નવલખી રોડ પર જોખમી ગાબડાનું બુરાણથી વાહનચાલકોને રાહત મોરબી : મોરબીના નવલખી રોડથી કુબેર ફાટક સુધી નવા બનેલા રોડમાં અનેક જગ્યા પર ગાબડા પડી જતા વાહનચાલકો તથા રાહતદારીઓને પડતી સમસ્યાંનો મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. બાદ તંત્ર દ્વારા બીજે દિવસે જ કામ શરૂ કરવામાં આવી ગયુ હતુ. મોરબી અપડેટ હમેંશા લોકપ્રશ્નને વાચા આપતું રહ્યું છે, મોરબીની દરેક સમસ્યા અને લોકપ્રશ્નને વાચા આપવા નવલખી ફાટકથી કુબેર ફાટક સુધી ના રોડમાં અકસ્માત સર્જે તેવા ગાબડાનો તા.૨૯-૮-૧૯ ના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રે નોંધ લઈને તાત્કાલીક ધોરણે બીજે દિવસે જ ગાબડા પુરવાનું કામ શરૂ કરી દેવામાં આવેલ હતું. અકસ્માત ન સર્જાય તે પહેલા તંત્ર ની ત્વરિત કામગીરીથી તથા જોખમ ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાથે મોરબી અપડેટ અને તંત્રનો આભાર માન્યો હતો. વધુમાં તંત્ર હમેંશા પ્રજાલક્ષી કામોમાં હકારાત્મકતા દાખવીને આવી જ રીતે લોકોપયોગી કામો ઝડપભેર કર્યા કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.