આજુબાજુના ૧૫થી વધુ ગામોના લોકોને મળશે લાભ હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.સી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના થકી આજુબાજુના ૧૫ જેટલા ગામોના લોકોને તબીબી સારવાર મળી રહેશે. સામાન્ય રીતે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને નાની મોટી બીમારીનો ભોગ બનતા હોય ત્યારે વધુ સઘન સારવાર હેતુ છેક તાલુકા અથવા જિલ્લા મથક સુધી જવું પડતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.સી સેન્ટર તૈયાર કરાવવામાં આવી રહ્યું હોવાથી આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને બીમારી સબબ દૂર જવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે. આ વિસ્તારના આજુ-બાજુના ધુળકોટ, સુરવદર, ઘનશ્યામનગર, ધનાણા ઇસનપુર, કેદારીયા, રણજીતગઢ, માનસર સહિતના 15 જેટલા ગામના લોકોને પીએચસી સેન્ટરનો લાભ મળી રહેશે. PSC Center is being set up in Muranagar village of Halvad taluka at a cost of Rs.