નવા ડેલા રોડ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું અનોખું આયોજન મોરબી : મોરબી ખાતે કાશ્મીરના લાલ દરવાજા ચોક ખાતે ભગવાન ગણેશ તિરંગાને સલામી આપતા હોય તેવી મૂર્તિ સાથેની પ્રતિકૃતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોરબીમાં નવા ડેલા રોડ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વિધિવત રીતે ભાવભેર વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ગણેશ ભગવાનની આરતી પશ્ચિમ સંઘચાલક જયંતીભાઈ ભાડેશિયા દ્વારા કરવામાં આવી હતી. અહીંના ગણેશ ઉત્સવની વિશેષતા એ છે કે અહીં કાશ્મીરના શ્રીનગરમા આવેલ લાલ દરવાજા ચોક ખાતે તિરંગો લહેરાયેલો છે. અને ભગવાન ગણેશ આ તિરંગાને સલામી આપી રહ્યા હોય તેવી પ્રતિકૃતિ મુકવામાં આવી છે.