મોરબી : મોરબીની નામાંકીત ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ(OMVVIM)ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલની અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ-સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલની તાજેતરમા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ- સ્વનિર્ભર શાળા સૌરાષ્ટ્ર ઝોન ના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવતા તેમને આ નિમણુંક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.