મોરબી : પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિ ના ધો-૯ થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આગામી તા.૨૨ સપ્ટેમ્બરને રવિવારના રોજ સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધી ને બિરદાવવાના હેતુસર યોજાનાર આ સમારોહના ફોર્મ નુ વિતરણ શરૂ થઈ ગયું છે. આથી ફોર્મ મેળવવા તથા સ્વીકારવા માટે શ્રી જલારામ ટ્રેડીંગ, ગાંધી ચોક તથા મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ રોડ નો સંપર્ક કરવા અને ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખ ૧૨ સપ્ટેમ્બર નિર્ધારિત કરી હોય તે પહેલા ફોર્મ જમા કરાવવા શ્રી રઘુવંશી યુવક મંડળ- મોરબીના પ્રમુખ શ્રી પંકજ ભાઈ ચંડીભમ્મર તથા પ્રો.ચેરમેન હરેશ ભાઈ કાનાબારની યાદીમા જણાવ્યુ છે.