ટંકારા : ટંકારા પોલીસે ધૂનડા ગામે રમાતા જુગાર ઉપર દરોડો પાડીને મનીષભાઇ વજીરભાઇ બગથરીયા ઉ.વ.૩૨, કિશોરભાઇ વલ્લભભાઇ પાટડીયા ઉ.વ. ૨૫, અરવીંદભાઇ બેચરભાઇ જોગડીયા ઉ.વ. ૩૩ અને કાળુભાઇ ઓધવજીભાઇ પંચાસરા ઉ.વ. ૩૨ને રોકડ રૂ. 10,240 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.