હજારો લોકો પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરીને મેળાની મનભરીને મોજ માણી મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસના બે દિવસીય પૌરોણીક મેળાનો ગઈકાલે ગુરુવારે સાંજે પ્રારંભ થયો હતો.,જેમાં પૂજારીના હસ્તે સાદાઈથી મેળાનું ઉદઘાટન કરાયા બાદ રાતભર ભજન સહિતની રાવટીઓ ધમધમી હતી.જ્યારે આજે અમાસના મેળાની રંગત જામી હતી અને માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ મેળામાં મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરના હજારો લોકો ઉમટી પડીને રફાળેશ્વર મંદિરે આવેલ પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરીને મેળાની મોજ માણી હતી. મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષની પરંપરા મુજબ ગુરુવાર અને શુકવારે અમાસના બે દિવસીય પોરોણીક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ગઈકાલે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે રફાળેશ્વર મંદિરના પૂજારીના હસ્તે પૌરોણીક મેળાનો શુભારંભ કરાયો હતો.એ સાથે જ મેળામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે આ મેળામાં 15 થી વધુ ફજેત ફળકા, સીસીટીવી કેમેરા અને મોબાઈલ ટોયલેટ ,એંમ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને મેળાને રૂ.4 કરોડના વિમાનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. મેળાના પ્રારંભ બાદ આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠી હતી. આજે અમાસના દિવસે આ મેળાની ખરી રંગત જામી હતી.અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે અમાસના મેળામાં રફાળેશ્વર મંદિરે હૈયે હૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી પડી હતી.મેળામાં ચારેકોર આનંદ કિલ્લોલની છોળો ઉડી હતી.સવારથી જ રફાળેશ્વર દાદાના દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી આજે અમાસના દિવસે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી મંદિરમાં ભગવાન શિવને વિશેષ શ્રુગાર અને પૂજા અર્ચના કરવામાં આવી હતી.અમાસના દિવસે મેળામાં ગુજરાતી કલાકાર ભાવેશ ભરવાડ સહિતના ગાયક કલાકારો મેળાની જમાવટ કરી હતી.અમાસના દિવસે અહીં પિતૃતર્પણનું વર્ષોથી અનેરું મહાત્મ્ય હોવાથી મોરબી ઉપરાંત સોરાષ્ટ્ ભરના હજારો લોકો ઉમટી પડી કુંડમાં સ્નાન કરીને પિતૃતર્પણ કર્યું હતું.બાદમાં મેળાની મોજ માણી હતી . આ મેળાના આયોજનને સફળ બનાવવા માટે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર, સરપંચ રમેશભાઈ પાંચિયા,તલાટી મંત્રી બળવંતસિંહ ઝાલા સહિતના ભારે જહેમત ઉઠાવી હતી.