મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ તાપી-વ્યારા ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા જે.બી.પટેલને મોરબીના નવા કલેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જે બી પટેલે સામાન્ય લોકોની મદદ માટે જાણીતા છે, ખાસ કરીને ગરીબોને ઘર અપાવવા માટે વખતો વખત પ્રયાસરત રહેતા પ્રજામાં લોકપ્રિયતા ધરાવે છે.