મોરબી : લજાઈ ગામની દેવદયા માધ્યમિક શાળામાં મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારત અને ગુજરાતમાં ' નેશનલ સ્પોર્ટ્સ ડે' ની ઉજવણી તેમજ 'fit india movement' કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિધાર્થીઓએ દોડ, લાંબી કુદ, કબડ્ડી , ગોળાફેંક, વગેરે રમતો રમી હતી તેમજ શરીર ની તંદુરસ્તી રાખવા માટે ના શપથ પણ લીધા.