હળવદ : હળવદમા એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે બીમારીથી મોત નીપજ્યું છે. આ વ્યક્તિને કોંગો ફીવર હોવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે હજુ સચોટ કારણ બહાર ન આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગત અનુસાર હળવદ- માળિયા હાઇવે ઉપર આવેલ સિમેન્ટની પ્લાસ્ટિકની થેલી બનાવતી કંપનીમાં કામ કરતા એક વ્યક્તિનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. જો કે આ વ્યક્તિની લેબોરેટરી કે કોઈ અન્ય રિપોર્ટ થયેલ ન હોય બીમારીનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આ વ્યક્તિનું કોંગો ફિવરથી મોત નીપજ્યું હોવાની પણ શંકા સેવાઈ રહી છે.