- text
મોરબી : શ્રાવણ માસના અંતિમ દિવસોમાં રાફળેશ્વર ખાતે ચાલી રહેલા અમાસના મેળામાં ઘૂઘરા-સમોસા વેંચતા રાજકોટના યુવકનું ગભરામણ થઈ શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું છે. ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
- text
મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રહેવાસી મોંટૂ મંગલાલ કુરાવત ઉં.વ.25 નામનો યુવક ખાણી-પીણીના મેળામાં રહેલા સ્ટોલ પર ઘૂઘરાનો ધંધો કરવા રાજકોટથી આવેલ. જેને અચાનક ચક્કર આવી ગભરામણ થવાથી પડી ગયો હતો, આથી પહેલા બેહોશ થઈ ગયા બાદ એનું મોત નીપજ્યું હતું. મોરબી તા.પો. બનાવની AD નોંધી લાશને PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
- text