જૈનાચાર્યની પ્રેરણાથી કતલખાના બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો મોરબી : મોરબીમાં મહાવીર જયંતિ અને સંવત્સરીના પર્વ પર જૈન સમાજની લાગણી ન દુભાઈ તે માટે જૈનાચાર્યની અપીલના પગલે કતલખાનાના ધંધાર્થીઓએ સંવત્સરી અને મહાવીર જ્યંતીના દિવસે સ્વૈચ્છીક રીતે કતલખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જે બદલ કતલખાનાના ધંધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના જૈન સંઘમાં બિરાજમાન પ.પૂ.આચાર્ય .ભગવંત શ્રી પ્રદીપચન્દ્ર સૂરિસવરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણાને પગલે મોરબીના કતલખાનાના ભાઈઓએ સ્વેચ્છાએ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અને સંવત્સરીના દિવસે કતલખાના સ્વેચ્છાએ બંધ રાખવા સહમત થયા હતા.અને આ પર્વ પર કતલખાના સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે બદલ તેમનું ગુરુદેવની નિશ્રામાં દશાશ્રીમાળી જ્ઞાતિના ચેરમેન પરેશ શાહ અને વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિના મહામંત્રી શ્રી ભાવેશભાઈ દોશીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.