મોરબી : ચરાડવા સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સરકારનાં 'એક બાળ,એક ઝાડ'નાં પ્રોજેક્ટને ખરા અર્થમાં સાર્થક કરવાં બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવાના બાળકોએ વિવિધ ઔષધીય વૃક્ષો વાવીને ઉદાહરણીય કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તનામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ 200 જેટલા વિવિધ ઔષધીય વૃક્ષો વાવી તેનુ જતન કરવાના સંકલ્પ લીધાં હતાં. આ તકે શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલ તથા લાલિતભાઈ રાજપરા તેમજ તમામ શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.