મોરબી : મોરબીમાં આજે રેન્જ DIGP ઇન્સ્પેકશન માટે આવ્યા છે. ત્યારે આ દરમિયાન તેઓ સરકીટ હાઉસ ખાતે સાંજે ટંકારાના જાંબાઝ પોલીસકર્મી પ્રુથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન પણ કરવાના છે. ટંકારામા પુરની સ્થિતિ વેળાએ સ્થાનિક પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાએ બે બાળકીઓને રેસ્ક્યુ કરીને તેઓના જીવ બચાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા પૃથ્વીરાજસિંહને ઠેર ઠેરથી અભિનંદન સાથે સન્માન પણ મળ્યું હતું. આજ રોજ રાજકોટ રેન્જના DIGP સંદીપ સિંઘ ઇન્સ્પેકશન અર્થે મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે સાંજના તેઓ સરકીટ હાઉસ ખાતે પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન પણ કરવાનાં છે. આ વેળાએ મોરબી એસપી અને ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.