મોરબી : પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળ દ્વારા રફાળેશ્વર મેળા માટે યાત્રીઓની વધતી સંખ્યા અને તેઓની સુવિધા માટે તા.૨૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમો ટ્રેન ચલાવાશે. રફાળેશ્વર ડેમુ સ્પેશ્યલ ટ્રેન તા.૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી બપોરે ૨ કલાકે મોરબીથી ૨.૦૫ વાગ્યે નજરબાગ, ૨.૧૮ વાગ્યે રફાળેશ્વર, ૦૨.૨૪ વાગ્યે મકનસર, ૦૨,૩૨ વાગ્યે ઢુવા અને ૦૨.૫૦ વાગ્યે વાંકાનેર પહોચાડશે. પાછા આવવા માટે આ ટ્રેન બપોરે ૩.૦૦ કલાકે વાંકાનેરથી નીકળશે. જે ૩.૧૧ કલાકે ઢુવા, ૩.૧૯ કલાકે મકનસર, ૩.૨૪ કલાકે રફાળેશ્વર, ૩.૩૭ કલાકે નજરબાગ અને ૩.૫૦ કલાકે પરત મોરબી પહોચશે. મેળામાં જવા-આવવા માંગતા નાગરિકોને આ ખાસ ડેમુ ટ્રેનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.