2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયતના સૌજન્યથી ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તારીખ 2/9/2019ને સોમવારે સવારે 08:30 કલાકે મેલડી માતાજીની મહાપૂજા અર્ચના, સાંજે 06:30 કલાકથી મહાપ્રસાદ તથા તારીખ 3/9/19ને મંગળવારે સવારે 07થી સાંજે 07 વાગ્યા સુધી ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું છે. સંચાલકો, લોકમેળાના આયોજકો તથા પૂજારી શ્રી વિઠ્ઠલભાઇ કાસુન્દ્રા અને શ્રી મેલડી યુવા સમિતી-આમરણ તરફથી ધર્મપ્રેમી જાહેર જનતાને આ તમામ કાર્યક્રમોમાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.