મોરબી : સાતમ આઠમ પુરી થતા જ પોલીસે ફરીથી જુગાર સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી બી.ડીવી.પોલીસને મળેલી બાતમીને આધારે રહેણાંક મકાનમાં ગંજીપત્તાનો જુગાર રમતા 7 આરોપીઓને 37000ની રોકડ રકમ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી.ડીવી.ના વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની હકીકત જાણવા મળતા પો.સ્ટે.ના પો.ઇન્સ. આઈ.એમ.કોંઢીયાની સૂચનાથી પો.કોન્સ. વનરાજભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, કીશોરદાન ગઢવી, પરેશભાઈ પરમાર, પો.કોન્સ. એ.પી.જાડેજા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, રમેશભાઇ મિયાત્રા અને મુકેશભાઈ જિલરીયા સહિતના સ્ટાફે સૂરજ હનુભાઈ ગુઢડાના વીશીપરા, રણછોડનગર, સતનામ એપાર્ટમેન્ટ, નવલખી રોડ, મોરબી-2 ખાતેના રહેણાંક મકાનમાં રેઇડ કરી સૂરજ હનુભાઈ ગુઢડા, સુરેશ જેન્તીલાલ પારેખ, રાજેશ બચુભાઇ બાવળા, કિશન વનરાવનભાઈ કિરાર, સુનિલ પ્રવીણભાઈ મારૂ, કૃણાલ અશોકભાઈ ઠક્કર અને શાહરૂખ હમીદખાન પઠાણને 37000 રૂપિયાની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ તમામ 7 આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.