જન્માષ્ટમીના પર્વે મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ માણ્યો : અમાસ સુધી મેળો ચાલુ રહેશે મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં સહપરિવાર આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવસીઓ માટે જાહેર લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળો સાતમથી શરૂ થઈ ગયો હતો. હજુ આ મેળો અમાસ એટલે કે તા. 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો છે. ત્યાં સુધી મોરબીવાસીઓ આ મેળાની મોજ માણી શકશે. મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે સતત 11માં વર્ષે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળા નામના જાહેર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શીતળા સાતમના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ઉદ્ધઘાટન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. મેળો શરૂ થયો તે દિવસથી જ દરરોજ મોટી સંખ્યામાં લોકો આ મેળાને માણવા પધારી રહ્યા છે. વધુમાં આ મેળામાં વ્યવસ્થા પર પણ પૂરતો ભાર મુકવામાં આવ્યો છે. યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ માત્ર મોરબીવાસીઓના નિર્ભેળ આનંદ માટેનો જાહેર લોકમેળો છે. લોકોની સુખાકારીને ધ્યાને લઈને ખાસ તો સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.જેમાં એક કરોડનો વીમો ઉતારી તેમજ સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ, ફ્રી એન્ટ્રી, ફ્રી વાઇફાઇ, સેલ્ફી પોઇન્ટ, 20 થી વધુ એકદમ સુરક્ષિત રાઈડ્સ, ફજેત , ખાણી પીણીના સ્ટોલ, અલાયદી પાર્કિગ સુવિધા,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તમામ સવલતો ઉપ્લબ્ધ કરાઈ છે. આત્યાર સુધીમા ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ મેળાને મન ભરીને માણ્યો છે. જો કે હજુ પણ આ મેળો ચાલુ જ છે. આગામી અમાસ એટલે કે 31 ઓગસ્ટ સુધી આ મેળો ચાલુ રહેવાનો છે. ત્યારબાદ તેની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે.