તા.1એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જવા રવાના થશે, ત્યાં વસતા 4 શહીદોના પરિવારો હાથોહાથ સહાય અર્પણ કરશે મોરબી : મોરબીના સેવાભાવી યુવાનો છેલ્લા ઘણા સમયથી પુલવામાં ખાતે શહીદ થયેલા પરિવારોને રૂબરૂ જઈને હાથોહાથ સહાય અર્પણ કરવાનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ આગામી તા. 1ના રોજ વધુ બે રાજ્યોનો પ્રવાસ ખેડવા માટે રવાના થવાના છે. તેઓ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જઈને 4 શહીદોના પરિવારોને સહાય અર્પણ કરવાના છે. મોરબીના અજય લોરીયા સહિતના રાષ્ટ્ભક્ત યુવાનોની ટીમ છેલ્લા કેટલાક સમયથી પુલવાના શહીદ પરિવારોને મદદરૂપ થવા માટે ખાસ સેવાકાર્ય કરી રહી છે.જેમાં જુદીજુદી સંસ્થાઓ અને લોકો દ્વારા શહીદ પરિવારો માટે એકત્ર કરેલા ફંડ મેળવીને આ યુવાનોની ટીમ દેશના ખુણે ખૂણે જઈને ત્યાં વસતા શહીદ પરિવારોને હાથોહાથ ફંડ અર્પણ કરે છે. આ ટીમે પુલવામાં ખાતે શહીદ થયેલા મોટાભાગના જવાનોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરી દીધી છે. આગામી તા. 1ના રોજ તેઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જવા રવાના થવાના છે. જ્યા તેઓ જઈને 4 શહીદ જવાનોના પરિવારોને મળીને તેઓને સાંત્વના પાઠવીને હાથોહાથ સહાય અર્પણ કરશે. વધુમાં પુલવામાંની ઘટના બાદ શહીદ થયેલા જવાનોના પરિવારોને પણ આ યુવાનો દ્વારા સહાય રૂબરૂ જઈને અર્પણ કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. હાલ આ સેવાભાવી યુવાનો તા. 1 ના રોજ બે રાજ્યોના પ્રવાસ ખેડવા માટે રવાના થવાના છે. ત્યારે જે કોઈ વ્યક્તિએ કે સંસ્થાઓએ શહીદો માટેનો ફાળો આપવો હોય તેઓને અજયભાઈ લોરીયા મો.નં. 99134 33333નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.