મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક મોડી સાંજે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં તિક્ષણ હથિયાર વડે ટીનએજ યુવકની હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ રંગપર ગામ નજીક મોવર સિદીક અબ્બાસભાઈ (ઉ.વ.૧૫) રહે કાંતિ નગર, મોરબી નામના સગીરની એસ્સાર પેટ્રોલ પંપ પાછળ, રંગપર પાસે, સાંજના સમયે તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. બનાવ અંગે પોલીસે સગીરના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે મૃતક સગીરના પરિવારજનોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.