ટંકારા : ખેડૂત હિતના પ્રખર હિમાયતી એવા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ટંકારા પંથકમાં ચાર ગામોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે તારીખ 29/8/2019ને ગુરુવારના રોજ સવારે 07થી બપોરે 12:00 કલાક સુધી બ્લડ ડોનેશનના કાર્યક્રમોના ચાર આયોજન પૈકી પહેલું આયોજન શ્રી બહુચર વિદ્યાલય, પ્રભુનગર (મિતાણા), બીજું આયોજન શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક (આર્ય સમાજ) - ટંકારા, ત્રીજું આયોજન શ્રી કુમાર પ્રાથમિક શાળા - લજાઈ અને ચોથું આયોજન શ્રી પટેલ સમાજ વાડી - સાવડી ખાતે કરવામાં આવ્યું છે. પ્રભુનગર (મિતાણા) ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જ્યારે ટંકારામાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, લજાઈ ખાતે મગનભાઈ વડાવીયા (ચેરમેન- માર્કેટિંગ યાર્ડ, રાજકોટ) અને સાવડી ખાતે ભુપતભાઇ ગોધાણી (કારોબારી સમિતિ અધ્યક્ષ, તાલુકા પંચાયત, ટંકારા) આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રકતદાતાઓને આયોજકો તરફથી યાદગીરીના પ્રતીક સ્વરૂપે શુભેચ્છા ભેટ અર્પણ કરવામાં આવશે. આયોજકો તરફથી આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.