હળવદ : હળવદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમ નોમ દશમ મળી કુલ ચાર દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે હળવદ પોલીસે શહેરની સંસ્થામાં રહેતી અનાથ બાળકોને મેળાની મોજ કરાવી પ્રેરણાદાયક માનવતા દર્શાવી હતી આજના સમયે યોજાતા લોકમેળામાં વિવિધ રાઇડમા ગરીબ પરિવારના બાળકોને બેસવાનું માત્ર સપનું જ બની રહેતું હોય છે જ્યારે આજે હળવદ પી.આઈ એમ.આર સોલંકી, પી.એસ.આઇ પી.જી પનારા,જે.બી.ધનેશા સહિતનાઓ દ્વારા શહેરની સંસ્થામાં આશરો લઈ રહેલી અનાથ બાળાઓને શહેરના ભવાની ભૂતેશ્વર ખાતે યોજાતા લોકો મેળામાં લઈ આવી વિવિધ રાઇડમાં બેસાડી મેળાની મોજ કરાવી હતી. આ તકે લોકમેળાના આયોજક જય દ્વારકાધીશ મિત્ર મંડળે પણ પોલીસને બનતો સહયોગ આપી આપ્યો હતો.