મોરબી : મોરબી જિલ્લામાં બાળ શકિત પુરસ્કાર અને બાળ કલ્યાણ પુરસ્કાર માટે આગામી તા. ૩૧ ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકાશે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા સંસ્થાપિત પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત દેશના પ્રશંશાપાત્ર બાળકો, વ્યકિતઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાના આશયથી બાળ શકિત પુરસ્કાર અને બાળ કલ્યાણ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર મેળવવા માટે મોરબી જિલ્લાના અરજદાર www.nca-wcd.nic.in વેબ સાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.