મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જાહેર લોકમેળાનો સર્વધર્મની બાળાઓના હસ્તે પ્રારંભ

- text


પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મેળાના માણીગરો ઉમટી પડીને મેળાની મોજ માણી

મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવસીઓ માટે જાહેર લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે શીતળા સાતમના દિવસે આ જાહેર લોકમેળાને યંગ ઇન્ડિયા ગ્રુપની કાંતિકારી પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.એ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે સતત 11માં વર્ષે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળા નામના જાહેર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે શીતળા સાતમના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ઉદ્ધઘાટન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. એ સાથે મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી હતી.

આ મેળા મામલે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ માત્ર મોરબીવાસીઓના નિર્ભેળ આનંદ માટેનો જાહેર લોકમેળો છે. લોકોની સુખાકારીને ધ્યાને લઈને ખાસ તો સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.જેમાં એક કરોડનો વીમો ઉતારી તેમજ સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ, ફ્રી એન્ટ્રી, ફ્રી વાઇફાઇ, સેલ્ફી પોઇન્ટ, 20 થી વધુ એકદમ સુરક્ષિત રાઈડ્સ, ફજેત , ખાણી પીણીના સ્ટોલ, અલાયદી પાર્કિગ સુવિધા,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તમામ સવલતો સાથે આ જાહેર લોકમેળો જન્માષ્ટમીના તહેવારોમાં આ જાહેર લોકમેળો મોરબીવાસીઓ માટે નિર્દોષ આંનદ અને કિલ્લોલ કરવા માટે સર્વોત્તમ નજરાણું બની જશે.

- text

- text