મોરબી : પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને વધાવવા માટે અનેક જગ્યાએ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભેલા ગામમાં રામજી મંદિર ચોકમાં મોટાભેલા યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ચાર અલગ-અલગ સ્થળે મટકીફોડ નું આયોજન, ભવ્ય શોભાયાત્રા અને ઢોલ ત્રાસા બેન્ડના સથવારે રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.