મોરબી : જન્માષ્ટમી પર્વના કારણે કૃષ્ણ ભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે મોરબીમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકીફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે નહેરૂ ગેટ અંદર, બજાર લાઈન ખાતે બપોરે 12:00 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે એસ એસ ગ્રુપ આ વખતે અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.