મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડને આગામી જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.માર્કેટીંગ યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટમીના તહેવારોમાં તા.22 થી 27 ઓગસ્ટ સુધી એટલે છ દિવસ માર્કેટીંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે.જેની દરેક વેપારીઓ અને કમિશન એજન્ટને નોંધ લેવા અનુરોધ કરાયો છે.