મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ મુલ્લા જાતે મિયાણા ઉ.વ.32 રહે ચેરા વાંઢ સુરજબારી ભચાઉ જી.કચ્છ હાલ રહે સુરજબારી મસ્જીદ પાછળ નાસતો ફરતો હતો. મોરબી એસઓજી પીઆઇ જે એમ આલના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ.ફારૂકભાઈ પટેલ,એએસઆઈ અનિલભાઈ પટેલ અને નરેંદ્રસિંહની ટીમને અકબર ઉર્ફે જાકમ મોરબી વિસ્તારમાં છે તેવી બાતમી મળતાની સાથે જ તેની અટકાયત કરી પૂછપરછ કરતા અકબર ઉર્ફે જાકમ મામદ મુલ્લાં ભાંગી પડ્યો હતો અને પોતે પણ આ હત્યામાં ભેગો હોવાની કબૂલાત આપતા વિધિવત ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસને હવાલે કરી આગળની તપાસ પીએસઆઇ એમ વી પટેલે હાથ ધરી છે.