મોરબી : શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રુદ્રાક્ષના પારામાંથી રૂદ્ર્શ્વર મહાદેવનું અદભુત અને અલૌકિક શિવલિંગ નિર્મિત કરાયું છે. શ્રાવણ માસમાં ભક્તો આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે સતેશ્વર મહાદેવના મંદિરે 1500 રુદ્રાક્ષની માળાના 1 લાખ 62 હજાર રુદ્રાક્ષના પારાથી રુદ્રેશ્વર મહાદેવના અલૌકિક શિવલિંગનું નિર્માણ કરાયું છે. આ પારાઓને દરરોજ પૂજા-જાપથી સિદ્ધ કરી અભિમંત્રિત કરવામાં આવે છે. શ્રાવણ માસ બાદ આ માળાઓ ભક્તોને પ્રસાદ સ્વરૂપ આપવામાં આવશે. જે ધર્મપ્રેમી ભક્તો પ્રસાદ સ્વરૂપ આ માળા ઇચ્છતા હોય એમણે પૂજારી રાજુગીરી પાસે પોતાનું નામ નોંધાવવા અનુરોધ કરાયો છે. જે માટે મો.નં. 9879400499 પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાય છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne