મોરબી : મોરબી તાલુકાની અમરેલી પ્રાથમિક શાળામા માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા શિક્ષણ સામગ્રીની કીટનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ તકે શાળાના આચાર્ય ગીરીશભાઈ મોરડીયાએ શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષણ સામગ્રીની કીટ મેળવીને બાળકોના ચહેરા ઉપર સ્મિત છવાઈ ગયું હતું.