વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના કાંતિલાલ રેવાશંકર પટેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી છે કે ગત તારીખ 16/8 ના રોજ સવારે 10 થી સાંજ સુધીમાં કોઇ અજાણ્યો શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દરવાજો તોડી પ્રવેશ કરી રૂમના કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 4,40,000ની ચોરી કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આઈપીસી ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.