મોરબી: મોરબી શહેરમાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે માનવસર્જિત હોનારત થતાં થતાં રહી ગઈ હતી. ભારે વરસાદના કારણે મોરબીના તમામ મુખ્ય માર્ગો મગરની પીઠ જેવા થઇ ગયા છે. ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ બબાતે તંત્ર હજુ જાગૃત ના થતા મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ હવે ખાડા બુરો અભિયાન ઝૂંબેશ ઉઠાવી છે જેમાં લોકો આપના હાથ જગન્નાથની ઉકતી મુજબ તંત્રની રાહ જોયા વગર રસ્તા પરના ખાડા બુરો અભિયાન ઝૂંબેશ હાથ ધરશે. મોરબીમાં ગત અઠવાડીએ પડેલા ધોધમાર વરસાદને પગલે આખા મોરબી શહેરમાં દરેક રોડ રસ્તા ખાડાથી ભરપુર થય ગયેલ છે. ત્યારે કોઈક અકસ્માતનો ભય રહે તે પહેલા જ મોરબીને સ્વચ્છ કરવાનું સફળ અભિયાન ચલાવનાર મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ એ ખુદ જ ખાડા બુરો અભિયાન ઉઠાવ્યું છે. આ અભિયાન તા.૧૮-૮-૧૯ રવિવાર, સવારે ૭ કલાકે રવાપર ચોકડી, કેનાલ રોડની આસપાસથી શરૂઆત થશે. તેમજ આ અભિયાનમાં જોડાવા ઈચ્છુક લોકોએ મો.૯૭૨૭૭ ૭૦૨૭૧ તથા મો.૯૯૦૯૯ ૮૮૭૮૫ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.