ધીમીધારે આવતા ઝાપટાને કારણે ઠેર ઠેર કાદવ કીચડની સમસ્યા મોરબી : મોરબી પંથકમાં આજે વરસાદી ઝાપટાનો દોર યથાવત રહ્યો છે. ધીમીધારે આવતા ઝાપટાને કારણે ઠેર ઠેર કાદવ કિચડની પણ સમસ્યા જોવા મળી રહી છે. મોરબી જિલ્લામા તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ બીજા રાઉન્ડમાં હળવા ઝાપટા શરૂ થયા છે. જેમાં આજે સવારથી મોરબીમા 6 મિમી, વાંકાનેરમા 4 મિમી, હળવદમા 5 મિમી, માળિયામા 2 મિમી અને ટંકારામાં 7 મિમી વરસાદ નોંધાયો છે. આ હળવા વરસાદી ઝાપટાથી ઠેર ઠેર કાદવ કિચડની સમસ્યા સર્જાય હોવાની બુમરાળ પણ ઉઠી છે.