મોરબી : મોરબીના ધુટુ ગામે જાહેરમાં બાવન પત્તાનો જુગાર રમતા આઠ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.વી પટેલની સુચનાથી તાલુકા પોલીસ સ્ટાફ કિશોરભાઈ સોલગામા, શક્તિસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ ઝાલા, જયદીપભાઇ પટેલ અને અક્ષયરાજસિંહ રાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઘુંટુ ગામમાં પરેચા શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી શક્તિસિંહ જાડેજાને મળતા હકીકત વાળા સ્થળે દરોડો પાડીને જુગાર રમતા રાણાભાઇ ચતુરભાઈ દંતેસરિયાં, ધીરુભાઈ નરસિંહભાઈ દંતેસરિયાં, મુકેશભાઈ રતિલાલભાઈ દંતેસરિયાં, સોડાભાઈ ભગવાનભાઈ જોગડિયા, જયસુખભાઇ ચુનીલાલ સુરેલા, હર્ષદ ઉર્ફે પીન્ટુ ભીખાભાઈ ખાવડીયા, વિજયભાઈ બાબુભાઈ અદગામ અને અરવિંદભાઈ ચુનીલાલ સુરેલાને રોકડ રૂપિયા 22,180 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.