બ્રાહ્મણી 2 ડેમ 91.62 ટકા ભરાયો અને નર્મદામાંથી 120 ક્યુસેક પાણીની આવક ચાલુ મોરબી : મોરબી જિલ્લામાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ મોરબીના જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ સહિતના જિલ્લાના છ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.ત્યારે આ ડેમોમાં ઉપરથી ધીમીધારે પાણીની આવક ચાલુ હોવાથી છ ડેમોના દરવાજા ખુલ્લા રખાયા છે અન્ય ચાર ડેમોમાં પણ ધીમીધારે આવક ચાલુ રહી છે.જ્યારે હળવદના બ્રાહ્મણી 2 ડેમ 91.62 ટકા ભરાયો હોય એમાં નર્મદામાંથી 120 ક્યુસેક પાણીની આવક ચાલુ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાના છ ડેમો ઓરવફ્લો થયા હતા અને અન્ય ચાર ડેમો પણ સરેરાશ પોણા ભાગના ભરાઈ ગયા છે.તેથી સમગ્ર જિલ્લામાં એક વર્ષ માટે પાણીનું સંકટ દૂર થયું છે.જોકે બે દિવસથી મેઘ વિરામ વચ્ચે પણ ઉપરથી જળાશયોમાં પાણીની સતત ધીમી ગતિએ આવક થઈ ગઈ છે.સિંચાઈ વિભાગ પાસેથી આજે સવારના 11 વાગ્યાની ડેમોની હાલની સ્થિતિ અંગે મળેલી માહિતી અનુસાર મચ્છુ 1 ડેમ 0.09 મીટરે ઓવરફ્લો અને 1147.66 ક્યુસેક પાણીની આવક ચાલુ, મચ્છુ -2 ડેમ ઓવરફ્લો અને બે દરવાજા બે ફૂટ ખુલ્લા તથા 2590 ક્યુસેક પાણીની આવક ચાલુ, મચ્છુ -3 ડેમ 68 ટકા ભરાયો અને બે દરવાજા 1.75 ફૂટ ખોલાયા તેમજ 2932 ક્યુસેક પાણીની આવક ચાલુ, ડેમી -1 ડેમ 0.07 મીટરે ઓવરફ્લો અને 895.24 ક્યુસેક પાણીની આવક ચાલુ, ડેમી-2 ડેમ ઓવરફ્લો અને 0.25 ફૂટે દરવાજો ખુલ્લો તેમજ 194 ક્યુસેક પાણીની આવક ચાલું, ડેમી-3 ડેમ 96 ટકા ભરાયો અને એક દરવાજો એક ફૂટ ખોલાયો તથા 776 ક્યુસેક પાણીની આવક ચાલુ, ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો અને એક દરવાજા અડધા ફૂટે ખુલ્લો તેમજ 1169 ક્યુસેક પાણીની આવક ચાલુ, બંગાવડી ડેમ 0.05 મીટરે ઓવરફ્લો અને 130 ક્યુસેક પાણીની આવક ચાલુ, બ્રાહ્મણી 1 ડેમ 78 ટકા ભરાયો અને 588 ક્યુસેક પાણીની આવક ચાલુ, બ્રાહ્મણી ડેમ -2 91.62 ભરાયો અને નર્મદામથી 120 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne