મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે પરંપરાગત રૂટ મુજબ વિશાળ શોભાયાત્રા શહેર ના રાજમાર્ગો પર નિકળશે તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ ના કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમી મહોત્સવ નિમિતે સર્વ હિન્દુ સંગઠન ની બેઠક તા.૧૩-૮-૨૦૧૯ મંગળવાર ના રોજ શહેર ના શ્રી જલારામ મંદિર અયોદયાપુરી રોડ ખાતે રાત્રે 10 કલાકે યોજાશે જેમા જન્માષ્ટમી મહોત્સવ ની રૂપરેખા નું આયોજન કરવા મા આવશે. શહેર ના દરેક હિન્દુ સંગઠન ના આગેવાનો તથા કાર્યકર્તાઓ એ તે બેઠક મા અવશ્ય ઉપસ્થિત રહેવા અનુરોધ છે.