ગામની નદી બે કાંઠે વહી : 18 ઘેટાં બકરા તણાયા : ગામથી મોરબીને જોડતો પુલ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો : પટેલ સમાજ વાડી અને ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું ટંકારા : ટંકારા તાલુકાના ધૂનડા ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદમાં આ ગામમાં મોટી ખાના ખરાબી થઈ હતી.જેમાં ગામની નદી બે કાંઠે વહી હતી અને 18 ઘેટાં બકરા પુરમાં તણાયા હતા.તેમજ આ ગામથી મોરબીને જોડતો પુલ પણ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.આ ઉપરાંત ગામની પટેલ સમાજ વાડી અને ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું હતું. ટંકારા તાલુકાના ધુંનડા (ખા) ગામે ગઈકાલે અનરાધાર વરસાદ પડ્યો હતો.ગઈકાલે રીતસરનું મેઘ તાંડવ થતા આ ગામમાં ભારે તારાજી થઈ હતી.આ અંગે ગામના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણી અને ગામના અગ્રણી નિલેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં ગઈકાલે પડેલા ભારે વરસાદમાં ગામમાં અનેક ખાના ખરાબી થઈ હતી.જેમાં ગામની નદી બે કાંઠે વહેતા અને તમામ ચેકડેમ સહિતના ઓવરફ્લો થતા આખા ગામમાં પાણી ફરી વળ્યાં હતા અને 18 ઘેટાં બકરા તણાયા હતા.જ્યારે નદી કાંઠે આવેલા મકાનોમાં પાણી ઘુસી જતા માલ મિલ્કતને નુકશાન થયું હતું.આ ગામથી મોરબી શહેર તરફ જવા માટેનો પુલ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.તે ઉપરાંત ગામમાં આવેલી પટેલ સમાજ વાડી અને ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. [gallery ids='65659,65660,65661,65662']