ગઈકાલે ભારે વરસાદના કારણે ખુટિયો કોમલેક્સમાં ચડી ગયાની શકયતા મોરબી : મોરબીના રામચોક પર આવેલ ગેલેક્સી કોમલેક્સમાં ગઈકાલે ભારે વરસાદમાં એક ખુટિયો ચડી ગયો હતો અને આજે તો ખુટિયાએ હદ કરી નાખી હતી. ખુટિયો કોમલેક્સના ત્રીજા માળે ચડી જતા તેને ઉતારવાની લાખ કોશિશો પણ નિષફળ જતા કોમ્પ્લેક્સના વેપારીઓ મુંઝવણમાં મુકાય ગયા છે. મોરબીમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો તેથી મોટાભાગના વિસ્તારોમાં નદીઓ વહી હતી.ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ રામચોક પાસે ભારે વરસાદમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા.આથી પાણીથી બચવા માટે રામચોકમાં રખડતો ભટકતો એક ખૂટીયો ત્યાંના ગેલકસી કોમલેક્સ ઉપર ચડી ગયો હતો.ગઈકાલે બપોરના સમયે ખૂટીયો આ કોમલેક્સના પહેલા માળે ચડી ગયા બાદ કોમ્પ્લેક્સના વેપારીઓએ તેની નીચે ઉતારવાની ભારે મથામણ કરી હતી.પણ ખુટીયો નીચે ઉતરવાનું નામ ન લેતો હોય અને બીજા માળે ચડી ગયો હતો.તેમજ ખુટિયાને જાણે કોમલેક્સમાં ગોઠી ગયું હોય તેમ નીચે ઉતરવાને બદલે આજે તો આ કોમલેક્સના ત્રીજા માળે ચડી ગયો હતો.આથી હવે આ ખુટિયાને નીચે કેમ ઉતારવો તે અંગે કોમલેક્સના વેપારીઓ મુંઝવણ મુકાય ગયા છે ગઈકાલે બપોરે કોમલેક્સમાં ચડેલો ખૂટીયો હજુ સુધી ન ઉતરતા આ કોમલેક્સમાં ભારે ધાંધલ ધમાલ મચી ગઇ છે. હાલમાં ખુટિયાને ઉતારવાની મદદ માટે યદુનંદન ગૌશાળાને જાણ કરવામાં આવી છે. [gallery ids='65645,65646,65647']