મોરબી : મોરબીના બિલિયા ગામે ગઈકાલે મેઘ તાંડવ થવાથી ભારે ખાના ખરાબી થઈ હતી.ભારે વરસાદને પગલે ગામનું તળાવ તૂટતા ગામ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. બિલિયા ગામના લોકો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તેમના ગામમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી આખું ગામ બેટમાં ફેરવાયું હતું ગામનું તળાવ તૂટી જતા ભારે ખાના ખરાબી થઈ હતી. ગામલોકોના ઘરોમાં પાણી ઘુસી જતા માલ મિલ્કતને નુકશાન થયું હતું. તેમજ ખેતરોમાં પાણી ફરી વખત ખેતીને પણ મોટું નુકસાન થયું હતું. અને આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.જોકે ગામમાં કોઈ જાનહાની થઈ નથી. [gallery ids='65680,65681,65682,65683,65684']