મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. શનિવાર સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 7.5 અને ટંકારામાં 9 ઇંચ પાણી વરસી ગયા 12 થી 2 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 2.5 ઇંચ અને હળવદ, ટંકારામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જયારે શનિવારે સવારના 6 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબીમાં 10 ઇંચ, વાંકાનેરમાં 3.5 ઇંચ, હળવદમાં પણ 3.5 ઇંચ, જયારે ટંકારામાં પણ 10 ઇંચ અને માળિયામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ મોરબી અને ટંકારામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી અને ટંકારામાં અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો વરસાદ મોરબી - 68 mm ટંકારા - 34 mm માળીયા -117 mm વાંકાનેર - 10 mm હળવદ - 37 mm આજનો કુલ વરસાદ : સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીનો વરસાદ મોરબી - 257 mm ટંકારા - 258 mm માળીયા -171 mm વાંકાનેર - 88 mm હળવદ - 84 mm નોંધ : 25 mm એ એક ઇંચ વરસાદ થાય