હડમતીયા : ટંકારા પથકને હાલ મેઘરાજા સતત ધમરોળી રહ્યા હોવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.જાણવા મળતી વગતો મુજબ ટંકારાના હડમતીયા ગામે હાલ અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ગામના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.અને નીચાણવાળા વિસ્તારમાં પાનના ગલ્લા સહિતની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામનું તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેથી હડમતીયા ગામની સ્થિતિ વધુ ગંભીર બને તેવા અહેવાલ મળી રહ્યા છે. [gallery ids='65394,65392,65395']