મોરબી : મોરબીના રહેવાસી હિરેનભાઈ બરાસરા(પ્રજાપતિ)એ પોતાની પુત્રી ક્રિવાના જન્મદિવસ નિમિત્તે એક વિશિષ્ટ આયોજન કર્યું હતું જેમાં મોરબી વૃદ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોરબી વૃદ્ધાશ્રમમાં પુત્રી ક્રિવાના જન્મદિવસની ઉજવણી કરતા ત્યાં કેક કાપીને બાદમાં વડીલો,મહેમાનો સાથે પરિવારજનોએ ભોજન લીધું હતું. વડીલોને માટે આ એક વિશિષ્ટ સન્માનથી ઓછું ન હતું. પારિવારિક અડચણોને કારણે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ-મુરબ્બીઓને એક નવું પરિવાર મળ્યાનો અહેસાસ થયો હતો. તેમજ બર્થડે ગર્લ ક્રિવાને સહુ વડીલોએ લાડ લડાવ્યા હતા.