સવારથી રાતે 10 વાગ્યા સુધીમાં હળવદ પોણા છ, ટંકારામા સાડા ત્રણ, માળીયામાં પોણા ત્રણ, વાંકાનેરમા પોણા બે ઇંચ વરસાદ મોરબી : મોરબીમાં સવારથી સાંજ સુધી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા હતા. પરંતુ રાતે 8 થી 10 દરમિયાન માત્ર બે સટાસટી બોલાવીને બે ઇંચ વરસાદ વરસાવ્યો હતો. આમ સવારથી અત્યાર સુધીમાં મોરબીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામા આજે સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા આજે ફરી પધાર્યા છે. જિલ્લામા આજે સવારથી જ ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે. જેમાં છેલ્લા બે કલાક એટલે કે સાંજે 8 થી 10ના આંકડા ઉપર નજર કરીએ મોરબીમાં 47 મિમી, વાંકાનેરમા 13 મીમી, હળવદમા 28 મિમી, ટંકારામા 25 મિમી અને માળિયામા 17 મિમી વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાતના 10 વાગ્યાના વરસાદના આંકડા જોઈએ તો મોરબીમા 113 મિમી, વાંકાનેરમા 45 મિમી, હળવદ 144 મિમી, ટંકારામા 91 મિમી, માળિયામા 69 મિમી વરસાદ પડ્યો છે. જિલ્લામા હાલ પણ ધીમીધારે હજુ વરસાદ વરસવાનું ચાલુ જ છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી વાંચવા માટે અમારી Morbi Update એન્ડ્રોઈડ એપ્લિકેશન ડોઉનલોડ કરો અને મેળવવા રહો મોરબી જિલ્લાના તમામ તાજા સમાચારો : https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news