સવારથી અત્યાર સુધીમાં હળવદમા સાડા ચાર તેમજ મોરબી, ટંકારામા અઢી, માળિયામા બે અને વાંકાનેરમા સવા એક ઇંચ વરસાદ મોરબી : મોરબી પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે સવારથી સાંજે 6 થી 8 વાગ્યા સુધીમા હળવદ અને મોરબીમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામા આજે સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા આજે ફરી પધાર્યા છે. જિલ્લામા આજે સવારથી જ ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે. જેમાં છેલ્લા બે કલાક એટલે કે સાંજે 6 થી 8ના આંકડા ઉપર નજર કરીએ મોરબીમાં 10 મિમી, વાંકાનેરમા 6 મીમી, હળવદમા 10 મિમી, ટંકારામા 10 મિમી અને માળિયામા 7 મિમી વરસાદ નોંધાયો છે. આજે સવારથી સાંજના 8 વાગ્યાના વરસાદના આંકડા જોઈએ તો મોરબીમા 66 મિમી, વાંકાનેરમા 32 મિમી, હળવદ 116 મિમી, ટંકારામા 66 મિમી, માળિયામા 52 મિમી વરસાદ પડ્યો છે. જિલ્લામા હાલ પણ ધીમીધારે હજુ વરસાદ વરસવાનું ચાલુ જ છે.