વિવિધ મીઠાઈ તેમજ ફરસાણમા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારોને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મામલતદાર દ્વારા જાણ્યું હતું કે હાલ વિવિધ મીઠાઈઓ અને ફરસાણના શું ભાવ ચાલી રહ્યા છે જેથી ફરસાણ અને મીઠાઈમા કિલો એ રૂ.૨૦ નો ઘટાડો કરી તહેવાર દરમિયાન મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવુ ભાવ બંધણુ નક્કી કરવામાં આવ્યું હતું જેમાં સર્વે વેપારી સહમત થયા હતા. આગામી થોડા દિવસોમાં આવતા સાતમ-આઠમના તહેવારને ધ્યાને રાખી હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર વી.એમ સોલંકીના અધ્યક્ષ સ્થાને શહેરના કંદોઈ વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના કંદોઈ વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં મામલતદાર સોલંકી દ્વારા જાણ્યું હતું કે હાલ ફરસાણ અને મીઠાઈનો બજારભાવ શું ચાલી રહ્યો છે. જ્યારે સામા પક્ષે કંદોઈ વેપારીઓ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે હાલ બેસન,ખાંડ તેમજ કોમર્શિયલ ગેસ વગેરેના ભાવ આસમાને છે જેથી મામલતદાર દ્વારા કંદોઈ વેપારીઓને સમજૂતી કરી વ્યાજબી ભાવ ક્યાં સુધી પોસાય છે. તે અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મધ્યમ વર્ગના લોકોને પણ પોસાય તેમ ફરસાણમાં અને વિવિધ મીઠાઈમાં કિલોએ રૂપિયા ૨૦ ઘટાડો કર્યો હતો મામલતદાર વી.કે સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હળવદ કંદોઈ વેપારી એસોસિયેશનના પ્રમુખ કરસનભાઈ પ્રજાપતિ,હર્ષદરાય ,અજીત કુમાર સહિતના વેપારી હાજર રહ્યા હતા એક કિલો ફરસાણ તથા મીઠાઈ નું નવુ બહાર પડાયેલ ભાવ પત્રક.! જલેબી-૧૦૦, ચોરાફળી-૨૦૦, સાટા-૧૨૦, સાટામોટા-૨૦૦, મીક્સમીઠાઈ-૨૨૦, ગુંદી-૧૨૦, મોહનથાળ-૧૨૦, માવાની મીઠાઈ-૩૦૦, ચવાણુ-૧૫૦, ગાંઠિયા-૧૫૦, વણેલા-ગાઠીયા-૨૦૦, ફફસાણ-૧૬૦,મોતૈયા લાડવા-૧૨૦