૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો હતો. ૯૫ દર્દીઓને મોતીયાના અોપરેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા હતા. આ કેમ્પનુ આયોજન રણછોડ દાશ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા કરવામા આવ્યુ હતું. હળવદ ના ઇસનપુર તેમજ આજુબાજુના ગામોના લોકોને આખના રોગનુ ચેકઅપ થઇ શકે તે માટે વિનામુલ્યે નેત્રયગ્નનું રણછોડ દાશ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધા્રા આયોજન હનુમાનજી મંદીર ખાતે કરવામા આવ્યુ હતુ જેમા સવારે ૯ થી ૧૨.૩૦ વાગ્યા સુધી આખના દર્દીનુ ચેકઅપ કરવામા આવ્યુ હતું. ઇસનપુર અને આજુબાજુમા આવેલા ગામોના લોકો અે આ કેમ્પનો લાભ લીધો હતો. ૪૫૦ જેટલા દર્દીનુ ચેકઅપ કરવામા અાવ્યુ હતું. ૯૫ જેટલા દર્દીઅોને મોતીયાના અોપ્રેશન માટે રાજકોટ ખાતે વાહનમા વિનામુલ્યે લઇ જવામા આવ્યા હતા. આ કેમ્પમા ડો.સાગર ગોરી તેમજ રાજકોટની ટીમ દ્ધારા આખનુ ચેકઅપ તેમજ રોગને અટકાવા વિષે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમ રણછોડ દાશ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સહયોગમા ધીરજ પોપટ દલવાડી ઇસનપુર, ગીરીશ મહારાજ ધનશામપુર, નાનુ માસ્તર સહીતનાઅોઅે ભારે જહેમત ઉઠાવી હતી.