વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે ખેતરે તલ કઢાવતી વખતી મશીનમાં સાડીનો છેડો ફસાઇ જવાથી ગંભીર ઇજા પામેલી મહિલાનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે રહેતી ગવુંબેન દાનાભાઈ માલકીયા ઉ.વ.30 નામની મહિલા ગતતા.14 જુનના રોજ ખેતરે તલ કઢાવતી હતી. તે દરમ્યાન તેમની સાડીનો છેડો થ્રેસર મશીનમાં વિટાઈ જવાથી ગંભીર ઇજા થતાં તેણીને મોરબી અને રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવના અમદાવાદ હોસ્પિટલમાંથી ગઈકાલે કાગળિયા આવતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.