ટંકારા : ટંકારાના નેકનામ ગામે વાડીએ રમતી બાળકીને સાપ કરડતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ વાડીમાં ખેત મજુરી કામ કરતા કરણભાઈ મૈથુભાઈ અજનાર અને તેની પત્ની વાડીમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યા બાદ ગઈકાલે ઘાસનું નિંદામણ કરતા હતા. તે વખતે તેમની 10 વર્ષની પુત્રી લક્ષમીબેન વાડીમાં રમતી હતી. તે દરમ્યાન વાડીમાં નીકળેલા સાપે આ બાળાને દંશ દેતા તેણીએ દેકારો કરી મુક્યો હતો બાદમાં આ બાળાને પ્રથમ પડધરી અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં બાળાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવથી આદિવાસી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.