વાંકાનેર : ગત તા. 4ને રવિવારે રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમમાં સમસ્ત ગુજરાતના વરિયા પ્રજાપતિ સમાજનો ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાંકાનેરના અર્પિતાબેન કણસાગરાએ ધોરણ 10માં ટોપ કરતા તેઓ સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજમાં પ્રથમ આવીને સમાજ તથા પરિવારનું નામ ઉજાળ્યું હતું. તા.4/8/2019 ને રવિવારના રોજ રાજકોટ અટલ બિહારી બાજપાઈ ઓડીટેરીયમ હોલ ખાતે ગુજરાતમાં વસતાં સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજનો ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ, ભાવનગર, જામનગર, ટંકારા, મોરબી, મકનસર, વાંકાનેર, હળવદ, પુના અને ગ્રામ્ય વિસ્તારમાં વસતાં તમામ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કણસાગરા અર્પિતા હર્ષદરાય ધોરણ 10 માં 86 ટકા સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજમાં ટોપ આવ્યા હતા. સમાજના દાતા અને આયોજકો દ્વારા લેપટોપ, શિલ્ડ, પ્રમાણપત્ર અને શિક્ષણકીટથી તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. અર્પિતાબેને વાંકાનેર પ્રજાપતિ સમાજ અને કણસાગરા પરીવારનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ એક થી કોલેજ સ્તરે આશરે 210 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં રકતદાન, મહાપ્રસાદ અને સમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ઓસ્કાર એવોર્ડ સમિતિ, સમાજના દાતાઓ, પ્રમુખ અનીલભાઈ, ઉપપ્રમુખ નરેશભાઈ તેમજ પ્રજાપતિ સમાજના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne