વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામના પુલ પાસે પાણીના ખાડામાં એક અજાણ્યા શખ્સની લાશ મળતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. વાંકાનેર પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી જઈને લાશની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ગારીડા ગામના પુલ પાસે પાણીના ખાડામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. કોઈ અગમ્ય કારણોસર અથવા પાણીના ખાડામાં ડૂબી જવાથી આ શખ્સનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ શખ્સની ઉમર અંદાજે 35-40 વર્ષની હોય તેવું જણાય છે. મૃતકના જમણા હાથ પર હનુમાનજીનું ટેટુ ત્રોફાવેલું છે અને કેશુભાઈ નામ લખેલું છે. આ સિવાય ઇલેકટ્રીસિટી બોર્ડના કર્મચારીઓ પહેરે તેવો ગણવેશ પહેર્યો છે. આ લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી વાંકાનેર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને લાશની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી છે અને લાશને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તાલુકા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા આ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne